વડા જાત જાત ના હોય,
વડા ભાત ભાત ના હોય
ટેસ્ટ જેનો સૌને ગમે,
એ વડા...
પારકી પંચાત ના હોય.
પહેલું ઠેકાણું પાનનો ગલ્લો,
પંચાત નું છે સ્થળ,
ચોવીસ ના ચુનાવ ની જ્યાં,
ચર્ચા ઝામે પ્રખર,
ભરીને મોઢે માવો કરે,
જે દેશ બદલાવ ની વાત,
સૂઈ જાય છે ઘરે જઈને,
લૂછી લેંઘા પર હાથ...
કે,ગધેડા ને પણ આવે તાવ,
મુદ્દા એવી વાત ના હોય,
ટેસ્ટ જેનો સૌને ગમે,
એ વડા ...
પારકી પંચાત ના હોય.
બીજું ઠેકાણું મંદીર છે,
જ્યાં ગોસિપ મોટી થાય,
ખણખોદ નો ભોગ,
જાણે ઇશ્વર ને અર્પિત થાય,
ઓછા સમય મા કૂથલી એવી,
લાંબી લાંબી ચાલે..
મંજુલા ને કહે રસીલા,
વહેલા મળીશું કાલે...
કે પ્રભુ સામે કરે પાપો પણ, હ્રદય મા જરી સંતાપ ના હોય,
ટેસ્ટ જેનો સૌને ગમે,
એ વડા...
પારકી પંચાત ના હોય.
બિલ્ડીંગ નુ પ્રાંગણ પણ,
આજે નથી બીજાં થી ઓછુ
સી.સી.ટી.વી સમ બેહનો પણ, નથી રે ખાતા ઝોકું,
કોણ આવ્યુ ને કોણ ગયુ, રેકોર્ડ એવા તો રાખે
ન્યૂઝ ચેનલ ની જેમ બાતમી, બધીએ તમને આપે
કે, મેથી માર્યા વિના બીજાની, નવરાઓ ને હાશ ન હોય
ટેસ્ટ જેનો સૌને ગમે,
એ વડા...
પારકી પંચાત ના હોય.