અષાઢ વરસે શ્રાવણ વરસે,
ને વરસે ભાદરવો ને આસો.
હરિયાળાં ડુંગર વહેતાં ઝરણાં,
વહેતી નંદીઓ ને જોવા જાસો.
આંગણિયે ઉભાં ઉભાં કંઈ નહીં મળે,
આ કુદરતની મઝા તો થોડી માણો.
ખીલ્યાં વનો ઉપવન ને ખીલ્યાં અરણ્યો,
થોડુંક આ પ્રકૃતિના પ્રેમ ને તો જાણો.
વહેતાં ઝરણાંના સુર તો તમે સાંભળો,
નર આ કુદરતનો નઝારો લાગે ઉપાળો
નર
નારાણજી જાડેજા
ગઢશીશા
હાલ મુન્દ્રા