દરિયાલાલ તમે..!
દૂરથી ભાસતા કેવા ગરવા દરિયાલાલ તમે.
નજીકથી દેતા શીતળ હવા દરિયાલાલ તમે.
ગરજતા ગરજતા કિનારાને આંબનારા તમે,
આવો કિનારાની ખબર લેવા દરિયાલાલ તમે.
ઉછળે મોઝાંઓ અદભુત્ ફીણ ધરતા તમે,
ઉનાળાના પ્રસ્વેદની દેતા દવા દરિયાલાલ તમે.
કૈંક જળચરોને નિભાવે સાચવે રત્નો રત્નાકર,
સુતા સમર્પી વિષ્ણુને શ્રીસવા દરિયાલાલ તમે.
શી વિસાત માનવીની તમારી ગહેરાઈ આગળ!
માના અંક સમા માને ખારવા દરિયાલાલ તમે.
જળ ભર્યું અફાટ અબ્ધિ તુજ પેટાળે સંગ્રહી,
ચોમાસાના વરતારામાં આગવા દરિયાલાલ તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.