ક્ષણો જીવનની કેટલીક ખાસ હોય છે
એજ તો જીવનનો આધાર હોય છે.

જીવન જે માણ્યું છે એ સાથ હોય છે.
બાકી બધું રહ્યું એ આભાસ હોય છે.

કેટલાક સંબંધો જીવન માં ખાસ હોય છે,
એજ તો જીવવાનો અહેસાસ હોય છે.

રહી રહી ને પીડ્યા કરે છે જે ઝખ્મો,
એની પાછી કહાની દર્દનાક હોય છે.

ખાલી પડેલા આ આકાશમાં ઉજાસ છે,
તે ઉછીનો લીધેલો દરિયા નો વરસાદ છે.

શબ્દો, લાગણી,પ્રાસ કે પછી આંસુ કહો,
લાગણી એ કવિતાનો આધાર હોય છે.

ગીત,ગઝલ કે પછી તમે કહો એને કવિતા,
એ લાગણી.ઓનો એક તહેવાર હોય છે.

"પ્રાપ્તિ"
16/7/23.

Gujarati Poem by Parikh Prapti Amrish : 111886262
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now