Gujarati Quote in Religious by મહેશ ઠાકર

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આભ નુ દાન
વિક્રમ સંવત 1596 ના અરસામાં રાવળ જામે જામનગર વસાવ્યું , તેને જડેશ્વર મહાદેવની બહુજ આસ્થા હતી .રાવળ જામને જડેશ્વર મહાદેવનું વરદાન હતું . તેથી ઘોડાર માંથી બે ઘોડા છોડી કવિ ઓને દાનમાં આપી દેતા એટલે તેવાજ એક રંગા ઘોડા ઘોડાર માં તૈયાર રહેતા હતાં .રાવળ જામે એવાં બાવન હજાર ઘોડા દાનમાં આપ્યાં હતાં. તેથી ચોતરફ જામની કિર્તિ ફેલાવા લાગી , આથી જામ રાવળને અભીમાન નો જુસ્સો ચડવા લાગ્યો કે બાવન રાજ્ય છે , તેમા કોઇએ આવું દાન આપ્યું નથી .આ ખબર તરવાડાનાં ખીજડીયાનાં આહિર નગા હુંબલને પડી .તેથી તેઓ બહુજ ખુશ થયાં .મોટા મોટા કવિઓ ને બોલાવી પુછવા લાગ્યાં કે :" આગળના સમયમાં રાજા મહારાજાઓ એ ખુબજ દાન આપેલાં છે, પણ એ સર્વે દાનોં માં અત્યાર સુધી ન અપાયેલું એવું કોઇ દાન છે કે નહિ? એટલે નારણરાવ લખધરીયા નામનાં ભાટે કહ્યું કે તમો કહો છો તે પ્રમાણે એક આભનું દાન કોઇ એ આપેલ નથી. બીજા સર્વે દાન મળેલ છે આ સાંભળીને નગા હુંબલે સોનીઓને બોલાવી આભની વરધી આપી દીધી અને કહ્યુ આભની અંદર સુર્ય,ચંદ્ર,નક્ષત્ર વગેરે નાખીને સોનાનો હાર રૂપિયા એંસી હજારનો તૈયાર કરી આપવો . કહ્યા પ્રમાણે સોનીઓ એ થોડા દિવસોમાં હાર તૈયાર કરી આપ્યો .
નગા હુંબલે ભાટ નારણરાવને બોલાવી એ આભ દાન માં આપી દીધુ .નગા હુંબલની કિર્તિ દેશાવરોમાં વધવા લાગી .આ વાતની ખબર જામ રાવળને પડી , તેથી જામ રાવળનો અહંકાર ઘવાયો . વિચાર કર્યો કે ગમે તેમ તોય નગો હુંબલ ગામધણી કહેવાય , મારી રૈયાસત ખાય છે . અને મારા બાવન હજાર ઘોડા કરતા પણ ઉપરવટ દાન કર્યું . માટે જામનગર બોલાવીને થોડીક ધમકી આપવી જોઇએ .એક પત્ર લખી તૈયાર કર્યો . અસ્વારને આપ્યો અને કહ્યું કે નગા હુંબલને અહીં તેડી લાવ .અસ્વાર ગયો ખીજડીયે અને નગા હુંબલ ને પત્ર આપ્યો , પત્ર વાંચી નગો જામનગર જવા તૈયાર થયો .

નારણરાવ ભાટ પણ સાથે હાલ્યાં .જામ રાવળે પુછ્યુ કેમ નગા હુંબલ મે જે બાવન હજાર ઘોડાઓ નું દાન આપ્યુ તે તારાથી સહન થયું હોય એવુ લાગતુ નથી . ગમે તેમ તોય તુ મારી રૈયાસત ગણાય . મારાથી ઉપરવટ દાન તારાથી કેમ અપાય ? નગા હુંબલે કહ્યુ જામ તમે તો અમારા ધણી કહેવાય , એટલે તમારાથી ઉપરવટ અમારાથી દાન અપાય નહી .એ વાત સાચી . પણ થોડા દિવસ પહેલા હું મારા ગામ ખીજડીયા ના પાદરે આંટો મારવા ગયેલ . પાદરમાં કેટલાક ઘોડા ઉભેલા હતાં , હું જઇને પુછવા લાગ્યો ત્યારે અમારા ભાટ નારણરાવ પણ સાથે હતાં .

તેણે જવાબ આપ્યો કે અમે બધાં કવિઓ જામનગર જામ સાહેબની કવિતા રચી સભામાં ગાઇ સંભળાવી તેથી અમને ઇનામ માં ઘોડા , પોશાક આપી ખુશ કર્યા છે . અહીં આવતા તડકાને લીધે વિશ્રાંતિ લેવા બેઠા છે . પણ ખીજડીયાનાં પાદરમાં કોઇ એવુ વ્રુક્ષ નથી કે છાંયે બેસીએ .એ પ્રમાણે બારોટનુ કહેવુ સાંભળીને મારા ઘરે તેડી ગયો . અને કહ્યુ કે રાવજી રાવળ જામ તો આપણા ધણી કહેવાય . અને તેના આપેલા ઘોડા તથા તમને તડકો ન લાગે એટલા માટે હુ મારાથી બનતો છાયો કરી આપીશ .માટે હેં જામ મે તો તમારા આપેલ દાન ઉપર છાંયડો કર્યો છે .આ વાત સાંભળીને જામ રાવળે કહ્યુ નગા હુંબલ જેમ અમે જામ શાખાથી ઓળખાઇએ છીએ તેમ પણ આજથી આહિર જામ કહેવાશો .

Gujarati Religious by મહેશ ઠાકર : 111885623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now