એક ઉપર આભ અનરાધાર છે,
ને નીચે આ નયન, મુજ ચોધાર છે.
મોરનાં ટહૂકા ને, નીતરતાં નેવાં,
તુજ વિહોણું મારે, બધું બેકાર છે.
ભલે ઓઢે ધરા લેરિયું લીલેરું,
તુજ વિહોણાં મારે, નકામા શૃંગાર છે.
પૂરવા દો મેઘધનુને, આભમાં રંગોળી,
તું છે તો છે જીવન, બાકી નિબિડ અંધાર છે.
ભીની માટીની સુગંધ, ન મને અડકી શકે!
'મીરાં'માં ફક્ત તારી, 'ઝંખના' સાકાર છે.
જાગૃતિ, 'ઝંખના મીરાં'...