એક બસ જો તારો સાથ હોય,
બીજું જિંદગીમાં શું ખાસ હોય.

સાથે હસીએ ને સાથે રડીએ,
કહેવાની ક્યાં કોઈ વાત હોય.

પછી એક સમી સાંજ હોય,
આપણી જ બસ વાત હોય.

દરિયો એક ઉફાંન પર હોય,
હાથમાં બસ તારો હાથ હોય.

ઝરણા જેમ સદા વહેતા હોય,
જિંદગીનો મિઠો ગુંજારવ હોય.

વસંત કે હોય પછી પાનખર,
જિંદગીનો બાગ મહેકતો હોય.

સુખ,દુઃખની પરિભાષાથી દુર,
જિંદગી તો એક સૌગાત હોય.



"પ્રાપ્તિ"
9/7/23.

Gujarati Poem by Parikh Prapti Amrish : 111885080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now