હરિવર..!
હરિવર એક આધાર તું મારો.
હરિવર એક વિચાર તું મારો.
શરણાગત થઈ આવ્યો દ્વારે,
અંતરયામી શું કહેવું ઉચ્ચારે.
હરિવર ભૂલો ભૂલીને સ્વીકારો..1
માયાપાશે હું તો બંધાયો,
જૂઠાજગથી કેવો લલચાયો.
હરિવર હાથ ઝાલીને ઉગારો...2
યાદ તારી ક્ષણક્ષણ સતાવે,
વિયોગે એ અશ્રુધાર વહાવે.
હરિવર દીન જાણી આવકારો..3
આશ્રય તારા નામનો નિરંતર,
લેજો સંભાળી હે કરુણાકર.
હરિવર છે આતમના ઉદગારો..4
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.