Gujarati Quote in Religious by Krupa Thakkar #krupathakkar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા નો દિવસ..
ગુરૂપૂર્ણિમા એટલે
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ, આ દિવસ તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.

ગુરુ પૂજન એટલે ધ્યેય પૂજન...માનવી ના જીવનમાં ધ્યેય આવતાં જ સંયમ આવે છે, સંયમ થી શક્તિ સંગ્રહીત થતી જાય છે. અને એ શક્તિ થી જ માનવ ધ્યેયની સમીપ જાય છે અંતે તેનો સાક્ષાત્કાર થાય છે....
અજ્ઞાન ના અંધકાર ને નિવારવા જ્ઞાન ની જ્યોત પ્રગટાવનાર ગુરુ ...

કહેવાય છે કે "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે.

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:

સાચી પૂજા કરતાં કરતાં ગુરુ જીવન નું ગૌરવ આપણાં જીવનમાં પ્રગટે એ જ આજ ના દિવસે સદગુરુ અને જગત્ ગુરુ ના ચરણોમાં પ્રાર્થના...

Gujarati Religious by Krupa Thakkar #krupathakkar : 111884172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now