Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
એક સુથાર પોતાના વર્કશોપ પર કામ કરી રહ્યો હતો .અચાનક અનરાધાર વરસાદ શરૂ થયો સુથાર પોતાનું વર્કશોપ બંધ કરીને ઉતાવળા પગલે ઘર તરફ ચાલ્યો ઉતાવળમાં કામ કરવાના કેટલાક સાધનો વર્કશોપ માં જમીન પર જ પડ્યા રહ્યા.
ખૂબ વરસાદ પડવાના કારણે એક સાપ જમીનમાંથી બહાર આવ્યો. એ ખૂબ જ ભૂખ્યો હતો ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. આ સાપ રાત્રિના સમયે પેલા સુથારના વર્કશોપ માં દાખલ થયો અને કંઈક ખોરાક મળશે તે આશામાં આંટા મારવા લાગ્યો. જમીન પર કુહાડો પડેલો હતો. સાપ આ કુહાડા પરથી પસાર થયો અને કુહાડાની તીક્ષ્ણ ધારને કારણે એના શરીર પર એક કાપો પડ્યો.
સાપને થોડી પીડા થઈ અને શરીરમાંથી લોહી પણ નીકળવા માંડ્યું. એને બદલો લેવાનો નક્કી કર્યું. કુહાડાને પોતાના શરીરથી ભરડો લીધો અને કુહાડાની ધાર પર જ પ્રહાર કર્યો. આમ કરવાથી વધુ લોહી નીકળ્યું. કુહાડો લોહીથી લાલ થવા લાગ્યો. સાપને એવું લાગ્યું કે મારા પ્રહારો ના કારણે કુહાડાને પણ લોહી નીકળી રહ્યું છે.
સવારે આવીને સુથારે વર્કશોપ ખોલ્યું તો મરેલો સાપ જોયો જે કુહાડાને વિંટળાયેલો હતો.
આપણી દશા પણ આ સાપ જેવી જ છે. બીજાને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે બીજાને નહીં આપણને પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ..