" જમાનો કહે "
( ગઝલ )
માંડશો ના કદમ બાર જોઈ જમાનો કહે.
ચાંદ શરમાય છે યાર જોઈ જમાનો કહે.
કોઇ પણ દંગ થઇ જાય છે જોઇને સાંભળો;
વાગશે આંખનો માર જોઈ જમાનો કહે.
કે પછી તો પડી જાય છે બહુ અસર મન ઉપર;
આયને થાય દીદાર જોઈ જમાનો કહે.
એક બળ સાંપડે છે બધાને ખરેખર જુઓ;
જીવવા કાજ આધાર જોઈ જમાનો કહે.
એટલે મેં ગઝલ આ લખી છે વિચારો કરી;
એક Bન્દાસ આકાર જોઈ જમાનો કહે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૫