" યુગો યુગો સુધી "
કહાની થશે જે અમર, યુગો યુગો સુધી;
એની જ થશે અસર, યુગો યુગો સુધી;
પ્રતીક છે સીતારામના પ્રેમનો રામસેતુ,
પાણી પર તરે પથ્થર, યુગો યુગો સુધી;
પ્રેમ એટલે મીલન નૈ, પણ છે સમર્પણ!
સિદ્ધ કર્યું પીને ઝહેર, યુગો યુગો સુધી;
હીર-રાંઝા, લૈલા-મજનુ ને શીરીં-ફરહાદ,
પ્રેમ થકી થ્યાં અજરામર, યુગો યુગો સુધી;
પ્રેમ "વ્યોમ"-ધરતી વચ્ચે ઓછો તો નથી,
મળે ક્ષિતિજે છતે અંતર, યુગો યુગો સુધી;
*વ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર