Gujarati Quote in Whatsapp-Status by Kaushik Dave

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પપ્પા નવું પિક્ચર આવ્યું છે "રામાયણ" ઉપર...
તેમાં અમુક ડાયલોગ અને ભગવાન ના ચિત્ર વિચિત્ર ચહેરા
સામે સવાલ ઉભા થયા છે

પપ્પા આટલો વિરોધ લોકો શા માટે કરતા હશે?
"ક્રિએટિવ લિબર્ટી" નો દરેક ને અધિકાર નથી હોતો?

મને થોડા દિવસ પહેલા મારા પુત્ર એ સવાલ કર્યો હતો

મેં કીધું હતું ..તારા વિચાર આ બાબતે શુ કહે છે ?

ફક્ત મનોરંજન માટે મગજ મૂકી પિક્ચર જોવાય..
દેવાંગ બોલ્યો

તો તું મગજ મૂકી પિક્ચર જોઇ ને આવ્યો ?

હા પપ્પા...

બેટા ..હિન્દૂ ધર્મ ને નુકશાન વાસ્તવ માં આપણે જ પોહચડીયે છીયે....આજે આવા ટપોરી જેવા ડાયલોગ
અને ચિત્ર વિચિત્ર ભગવાન ના ચહેરા આપણે થિએટેર માં જોવા જશું..એટલે આવા લોકો ફરી હિંમત કરી ભગવાન શિવ, ક્રિષ્ન કે માતાજી ના પણ આવા પિક્ચરો બનાવશે
વાંક આપણો છે..કે આપણે પિકચર ન જોઈ વિરોધ વ્યક્ત કરવા ને બદલે મૂર્ખ લોકો ની જેમ પિક્ચર જોવા દોડીયે છીયે...

આ વાત ને પાંચ છ દિવસ થયા..

કાલે મારો પુત્ર પિન્ટુ સાંજે ઘરે આવ્યો..ત્યારે મને લૂંગી અને કલર ગંજી માં જોયો...તેની મમ્મી ને જીન્સ નું પેન્ટ અને ટીશર્ટ માં જોઈ

આગળ ના બેઠક રૂમ માં તેને નજર કરી..
તો દીવાલ ઉપર એક હાથ માં દારૂની બોટલ અને બીજા હાથ માં સિગારેટ સાથે મારો ફોટો લટકતો જોયો... સામેની દીવાલ તરફ નજર કરી તો તેની મમ્મી ને હું કિસ કરતો હોય તેવો ફોટો જોયો...

પિન્ટુ જોરથી બોલ્યો મમ્મી આ બધું શુ છે ?

મેં કીધું બેટા શાંતિ રાખ..
આને તો "ક્રિએટિવ લિબર્ટી કહેવાય...
ક્રિએટિવ લિબર્ટી નો અધિકાર દરેક વ્યક્તિ છે
તને પણ છે....
અમારો પરિધાન ભલે બદલાયો પણ છીયે તો તારા માઁ બાપ ?

મેં હાથ માં સિગારેટ લીધી..

એટલે પિન્ટુ બોલ્યો પપ્પા બસ કરો

મેં આંખ મારી કીધું
સિગરેટ મેરી લાઈટર મેરા ઓર ,રૂપિયા ભી મેરા.. તો...તેરી કયું જલતી હૈ ?

પિન્ટુ એ મમ્મી સામે જોયું.. અને કહું પપ્પા ને સમજાવ

એ હસી પડી...એ બોલી..

બદલતી દુનિયા સાથે જો ભગવાન ના ચહેરા,પહેરવેશ અને ભાષા પણ બદલાતી હોય તો અમે તો માણસ છીયે..
રામ એતો મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે ,હનુમાનજી ને તો "જ્ઞાન ગુણ સાગર" કહેવાય છે.. તે કદી ટપોરી જેવી ભાષા બોલે ?

પિન્ટુ બોલ્યો
પપ્પા મમ્મી આ ફોટાઓ આગળ ના રૂમ માંથી ઉતારી લ્યો..અને તમારા કપડાં બદલી નાખો સારું નથી લાગતું..

બેટા.. તને તારા માઁ બાપના બદલાયેલા સ્વરૂપ ફોટા અને પહેરવેશ કે પછી ભાષા પસંદ નથી..તો તું જે પિક્ચર ની વાત કરે છે તેમાં જે પાત્રો ને રજુ કરાવવા માં આવ્યા છે..એતો જગત ના પાલનહાર..મર્યાદાપૂરષોત્તમ શ્રી રામ છે..

બેટા નવી જન્મેલ પેઢી આવા પિક્ચરો જોયા પછી તેની કલ્પના માં ભગવાન શ્રી રામ ,હનુમાનજી સીતાજી કેવા હશે એ તે વિચાર્યું..?...

"ક્રિએટિવ લિબર્ટી" ના નામે તમારા માઁ બાપના ફોટા કોઈ જાહેર માં ગમે તે સ્વરૂપે મુકશે તો તમે ચલાવશો..?

દરેક વાતની એક મર્યાદા હોય..
દેશ ના નેતાઓ પાસેથી તો કહી શીખવા જેવું ભાવિ પેઢી પાસે છે નહીં ...
બચ્યો હતો તો એક માત્ર ધર્મ...તો તેને પણ વિકૃત રીતે રજૂ કરી આ લોકો સાબિત શુ કરવા માંગે છે ?

( ભાગ-૨ માં વધુ)
પાર્થિવ..
🍃🍂
કીર્તિ શાહ *

Gujarati Whatsapp-Status by Kaushik Dave : 111881998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now