સારાની દશા જોઈ અમે સારાઈ ખોઈ છે,
અત્તરની સુગંધ માટે ફૂલોની દશા જોઈ છે.

ધરતીને ભીંજવવા ગગનની ધારા જોઈ છે,
નીચોવાઈ ગયા પછી આકાશની દશા જોઈ છે.

પ્રેમમાં પાગલ એવા પ્રેમીની દશા જોઈ છે,
સઘળું લૂંટાવી જનારા આશિકની દશા જોઈ છે.

ચોમાસા પેલા ચાતકની દશા પણ જોઈ છે,
વાવાઝોડામાં વિખરાયેલા માળાની દશા જોઈ છે.

ઇન્તજારમાં ઓગળેલી આંખોની દશા જોઈ છે,
મિલનમાં ભીંજાયેલી આંખોને ઉઘડતી જોઈ છે.

અંતિમ સત્ય એ મૃત્યુ છે,સૌ કોઇ છે જાણે,
છેલ્લે સુધી તેની સામે લડનારની દશા જોઈ છે.


"પ્રાપ્તિ"
16/6/23.

Gujarati Poem by Parikh Prapti Amrish : 111881306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now