" નામ લખી દઉં "
( ગઝલ )
હથેળી ઉપર નામ લાવો લખી દઉ.
તમે બસ જરા પાસ આવો લખી દઉ.
શરમ ના સહેજે તમે રાખતા કે;
કરો હાથ લાંબો લખાવો લખી દઉ.
મને પણ મજા આવશે બહુ ખરેખર;
કે હસતો ચહેરો બનાવો લખી દઉ.
પછી શું થશે જિંદગીમાં કહેજો;
તમે ખ્વાબ મનમાં સજાવો લખી દઉ.
કે Bન્દાસ થઇ જાવ ઘૂંઘટ ન તાણો;
મને આ ચહેરો બતાવો લખી દઉ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪