" ખાનગી રાખજે "
( ગઝલ )
ખાનગી રાખજે વાત બાર જાય નહિ.
રાતમાં ક્યાંય બારી ખુલી રખાય નહિ.
આવશે બહુ મજા વાત સાંભળી તને;
હસી ના કાઢતી વાત કે હસાય નહિ.
ધ્યાન તું રાખજે ભીડભાડમાં ભલા;
હાથમાં હાથ લઇ આંગળી દબાય નહિ.
આ દિવસ છે દિવસ જોઈને તું વાત કર;
કે હવાઈ કિલા ખ્વાબ કો' ચણાય નહિ.
પ્રીત Bન્દાસ થઇ તું નિભાવજે સદા;
રીત ભાગી જવાની કદી રખાય નહિ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૩ + લગા,લગા