Gujarati Quote in Good Night by Vinod TikmanII The Art of Living Practicner

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો પ્રિય લેખક શ્રી ગુણવંત શાહ

શિક્ષક અને શિક્ષક્ત્વ

એક વખત એક લોહચુંબકે ભગવાનના દરબારમાં ફરિયાદ કરી. ભગવન ! તમારા નિયમો તો અફર છે. કોઈ દિવસ તુટતા નથી. હું વર્ષોથી લોહચુંબક તરીકે જીવું છું. પેલી જુનિયરમોસ્ ટાંકણી મારી સામે જ પડેલી છે છતાં મારા તરફ આકર્ષાતી નથી. ભગવાન વિચારમાં પડી ગયા. ટાંકણી લોહચુંબક પાસે પડેલી હોય છતાં લોહચુંબક આકર્ષે નહીં તો ચુંબકત્વના નિયમો ખલાસ થઈ જાય. તો પૃથ્વી ચાલશે કેમ? સૃષ્ટિના આધારસમા નિયમો જો ખલાસ થઈ જાય તો પૃથ્વી ચાલે કઈ રીતે ?એમણે એક કમિશન નીમ્યું. ચેરમેન તરીકે નારદમુનિને મુક્યા. નારદમુનીએ આખી પૃથ્વીનો ફેરો લગાવ્યા પછી પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટમાં એમણે ભગવાનને કહ્યું કે તમારા નિયમો અંગે મેં પુરેપુરી તપાસ કરી છે. નિયમોને કોઈ વાંધો આવ્યો નથી બધી તપાસના અંતે મને એવું લાગ્યું છે કે જે ચુંબક છે તે ચુંબકત્વ ખોઇ બેઠું છે. એની પાસે હવે ચુંબકત્વ રહ્યું નથી. લોખંડનો ટુકડો લોહચુંબક હોવાના ખોટા વહેમમાં છે.

શિક્ષક જ્યારે શિક્ષકત્વ ખોઈ બેસે છે ત્યારે વિદ્યાર્થીઓને આકર્ષી શકતો નથી. જે શિક્ષક પોતાનું શિક્ષકત્વ ખોઈ બેઠો છે એને શિક્ષક રહેવાનો અધિકાર નથી.

-ગુણવંત શાહ (એકાંતના આકાશમાં)
#gunvantshah #gunvantshahquotes #gunvantshahvicharyatra #gsvy #gunvantshahprasang #gunvantshahbooks #ekantnaaakashma #એકાંતનાઆકાશમાં #શિક્ષક # લોહચુંબક #magnet #teacher #trueteacher #teacherstudentbond #Education

Gujarati Good Night by Vinod TikmanII  The Art of Living Practicner : 111879900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now