Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા અંતરને સદાય વાંચનાર,
કે રામ તમે આવોને.
શરણાગતને તમે રક્ષનાર,
કે રામ તમે આવોને.

કાક બનીને આંગણિયે ફરતો,
પૂરી તમારી ઝૂંટવનાર,
કે રામ તમે આવોને.

શિલા બનીને પડી મારગ મધ્યે,
ચરણરજે અહલ્યા કરનાર,
કે રામ તમે આવોને.

શબરી બનીને હું તો બોરને વીણતી,
આરોગોને રાઘવ સરકાર,
કે રામ તમે આવોને.

હનુમંત બની હું તો રામને શોધતો,
સામેથી દરશન આપનાર,
કે રામ તમે આવોને.

દશાનન પ્રહારે પડીને પોકારતો,
નિજઅંકે તમે પંપાળનાર,
કે રામ તમે આવોને.

બની વિભીષણ લંકામાં વસતો,
ભ્રાતાપ્રહારે તમે મળનાર,
કે રામ તમે આવોને.

અંતરની વેદના અવિરત અવિનાશી,
મૂકભાષા પ્રભુ સમજનાર,
કે રામ તમે આવોને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111879608
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now