Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ક્યાં હશે સપના "
( ગઝલ )

નથી આવતા એ નજર ક્યાં હશે સપના.
ભલા આજ મારા વગર ક્યાં હશે સપના.

ન આગળ વધી જિંદગી એ પછી તો;
અટકતી રહી છે ડગર ક્યાં હશે સપના.

જરા જેટલો સાથ આપી અને છટક્યા;
પડી ના કશી પણ ખબર ક્યાં હશે સપના.

બધા શોધતા ક્યાંક મળશે નિશાની તો;
છે ચિંતામાં આખું નગર ક્યાં હશે સપના.

ઉત્તર આજ મળશે Bન્દાસ ખરેખર પણ;
મને જોઈ બોલી કબર ક્યા હશે સપના.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪ + ગા

Gujarati Poem by Rakesh Solanki : 111878742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now