કરી નાખે બરબાદ આ તમાકુંનો નશો;
કેન્સર લાવે પાસ આ તમાકુંનો નશો;
લાગી જાય લત જ્યારે આ તમાકુંની,
મચાવે છે ઉત્પાત આ તમાકુંનો નશો;
ધન, તન સંગાથ ઘર પણ ધોવાય છે,
છોડો અબી હાલ આ તમાકુંનો નશો;
થશે બધું નષ્ટ નૈ મળે પસ્તાવાની તક,
પડે બહુ મોંઘો દાટ આ તમાકુંનો નશો;
સમજાવે શાને "વ્યોમ" સમજો જરા,
લગાવે તમારી વાટ આ તમાકુંનો નશો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"