🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

કેટલાક સંબંધો …….

ગુલમહોરિયા કે ,
પછી ગરમાળિયા હોય છે .
ભરઉનાળે આંખોને ટાઢક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો …….
બોગનવેલિયા હોય છે .
સુગંધ નહિ, ફક્ત શોભા વધારનારા.

કેટલાક સંબંધો …….
બાવળિયા હોય છે .
ઉપયોગી, તો ય કાંટાળા.

કેટલાક સંબંધો …….
વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો …….
વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા,
તો કેટલાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે.

કેટલાક સંબંધો …….
ગુલાબી, તો કેટલાક મોગરાની મહેક જેવા હોય છે.

અને
કેટલાક સંબંધો …….
'ઓફિસ ફૂલાવર્સ' જેવા હોય છે,
સવારે ખીલે અને સાંજે બિડાઇ જાય .

શ્રી ગુણવંત શાહ .

Gujarati Good Evening by Ghanshyam Patel : 111877353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now