"પર જીવ પ્રત્યે અનુકંપા રાખો"
પર જીવ પ્રત્યે જે અનુકંપા દાખવે છે;
ખરેખર તો એ જ તનમાં હૃદય રાખે છે;
જોઈને પીડા પારકી જો દ્રવી ઉઠે મન,
સહાય હેતુ ખુદ ભગવાન એની સાથે છે;
પગ ખેંચવા કરતાં હાથ પકડતાં શીખો,
હરકોઇ અહીં એકબીજાના જ સહારે છે;
આપ્યાં છે કુદરતે અસંખ્ય ફળો ને અનાજ,
આહાર હેતુ શાને મૂક પશુ-પક્ષીને મારે છે?
દયાહીન દિલ, કઠોર મન છોડી દયા દાખવે!
નામના એની જ "વ્યોમ" ચોતરફ વ્યાપે છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર