કદર ના કરે એવાને છોડતા ચાલો.
સ્વમાનનું ઓઢણ ઓઢતા ચાલો.
ઝરણાંની માફક વહેશે આ જિંદગી,
અહમના બર્ફને ઓગાળતાં ચાલો.
શ્વાસ ગૂંગળાય ખોળિયામાં જઈને,
બંધનની બેડીઓને તોડતા ચાલો.
પહોંચવા ચહો જો સત્યની સમીપે
ફરેબના ફુગ્ગાઓ ફોડતા ચાલો.
બહાર”અભિદેવ”હંગામીનગર છે,
ભીતર કાયમી ઠેકાણું શોધતા ચાલો.
“અભિદેવ”