" બેઠો છું "
તારી ઉમ્મીદ તારી રાહ જોઈને બેઠો છું;
તારા વિરહે જીવન ચાહ ખોઈને બેઠો છું;
તારી યાદમાં આંખો જાગે છે આખી રાત,
તારા સમણાને પાંપણથી ધોઈને બેઠો છું;
રાખું છું મુસ્કાન કાયમ હું મારા હોઠો પર,
આમ જુઓ તો અંદરખાને રોઈને બેઠો છું;
ક્યાં ફર્ક પડે છે હવે કોઈના આવાગમનથી?
જ્યાં દિલાસો આપનાર જ ખોઈને બેઠો છું;
કઠપૂતળીની માફક નચાવે છે હવે મોત પણ,
કબ્રસ્તાનમાં "વ્યોમ" કબર ખોદીને બેઠો છું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર