" થયા ચાલતા "
( ગઝલ )
જરા આંખથી મેં શરારત કરી જ્યાં.
થયા ચાલતા એ મહોબત કરી જ્યાં.
પછી રોજ સામે મળે રાહમાં તો;
ગમી જાય એવી નજાકત કરી જ્યાં.
ઘણી લાગણી ભેટમાં આપતો હું;
થતા પ્રેમમાં વશ સિયાસત કરી જ્યાં.
સહન પ્રેમમાં એ કરે છે મને તો;
રિસાતા ન ક્યારે અદાવત કરી જ્યાં.
ખસેડી ગયો મોત Bન્દાસ આઘે;
થતી જિંદગી ખુશ જમાનત કરી જ્યાં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪