લાવ તને  બનાવી  આપું  જન્મ -કુંડલી ,
જોવરાવી દઉં  જોશી ઓનાં જોષ...(૧)
ગ્રહો  મળે છે . સૌને  સરખા ,
માત્ર   નડે  છે . કર્મો  ના  દોષ ...(૨)
જન્મે છે. સહુ સરખા સમયે ,
છતાં સમય  એક  ને લગાડે દાઝ ,
ને બીજા ને અપાવે રાજ ...(૩)
સૌનું  કર્યું  સૌ  ભોગવે  ,
શીદ  ને  કરે   છે. રોષ  ...(૪)
હતી  ખબર  મહાભારત  ની  ,
છતાં  કૌરવો  ભૂલ્યાં  હોશ  ...(૫)
મળી  ગયાં . દ્રોણ  , કર્ણ  , ભિષ્મ ,
શું  નતા  સામર્થ્યવાન   બાહોશ  ...(૬)
ધર્મ   કેરી   પગદંડી  એ  ,
ચાલે  જે  પાંડવ  વીર  ....(૭)
સહાય  મળે  દ્વારિકાધીશ  ની  ,
રક્ષા  કરે  મારો  રઘુવીર   ...(૮)
-Abhishek joshi