તું શૂન્ય છે, પણ પૂર્ણ છે.
તું કશું નથી , પણ સર્વસ્વ છો.
જીવનદોર ક્યાં તારા હાથમાં છે?
તેથી શું? કર્મ કરવામાં સ્વતંત્ર છો.
તને કોઈ ગણે કે અવગણે,
કશો ફેર પડતો નથી.
તારું અસ્તિત્વ એ જ મોટી ભેટ છે.
ટીકાનો વરસાદ તારા પર વરસશે.
અડચણો તારા માર્ગમાં આવશે.
હિંમત હારવાની તને છૂટ નથી.
પગ પારોઠ ભરવાની રજા નથી.
ધપતો જા તું આગે આગે,
મુસીબતો જ મહાનતા અપાવશે.
સાથ દેનાર કરતાં છોડનાર ઝાઝાં,
સફળતા તને શોધશે, તું કર્મ કર્યે જા.
નિરાશ થવા માટે તું સરજાયો નથી.
દ્રઢ મનોબળ એ તારું હથિયાર છે.
વિજય વરવાનો તારો દ્રઢનિર્ધાર છે.
નાસીપાસ થનારાઓમાં તું નથી,
વિજયમાળ તારી રાહ જુએ છે.
તું ધપતો જા , ધપતો જા, ધપતો જા.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.