હરિને પ્રેમથી પોકારો, એ આવશે જરુર.
સર્વસ્વ તમે એને ધારો, એ આવશે જરુર.
ભાવભૂખ્યા ભગવંત ભક્તભયહારી ભલા,
શબરી થૈ બોર ધરાવો, એ આવશે જરુર.
માનવંતા મબલખ પણ માનવતાથી દૂર,
માનવતા તમે પ્રગટાવો, એ આવશે જરુર.
પ્રેમસાધ્ય પરમેશ પરમ પુલકિત પ્રેમથકી,
નૈન અશ્રુથી ઊભરાવો, એ આવશે જરુર.
હેત હરિનાં હોય હાજર હરપળ હૃદયમાં,
ઊઠતા અહમ્ ને હટાવો, એ આવશે જરુર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.