એક દુઃખ છે કે એનાથી દૂર થઈ રહ્યો છું,
ને બીજું એ કે એના દ્વારા થઈ રહ્યો છું,
પ્રેમમાં આથી મોટી પડોજણ શું હોઈ શકે?
રમે છે લાગણીઓ સંતાકૂકડી
ને ભરબજારે બદનામ હું થઈ રહ્યો છું.
દબાવીને બેઠો છું ભીતરમાં ભયંકર દાવાનળ,
દાઝુ છું હૈયે એટલે જ તરફડી રહ્યો છું,
મારો નઈ ફૂંક હૂંફની...જરાય જરૂર નથી,
સાચવીને રાખેલા આંસુથી,અસરદાર થઈ રહ્યો છું.
ફરી એકવાર ઝીંદગી બૂમરેંગ સાબિત થઈ,
જ્યાંથી નીકળ્યો તો,ત્યાં જ પાછો ફરી રહ્યો છું,
કૃષ્ણને અનુસરવું,થઈ રહ્યું છે વિકટ હવે,
ગોકુળ અને રાધા છુટતા નથી એકતરફ,
ને બીજી તરફ ધર્મયુદ્ધ લડી રહ્યો છું.
- નિર્મિત ઠક્કર