" નજર રાખો "
( ગઝલ )
તમારી પર મરે કોઈ નજર રાખો.
જુઓ પીછો કરે કોઈ ખબર રાખો.
સતાવે છે મને ચિંતા તમારી તો;
ન ભટકો એકલા કે કોઇ ઘર રાખો.
તમારા આંસુ સુંદર લાગશે ગમશે;
ખરેખર, કોઈ ઝાકળ ફૂલ પર રાખો.
ચહેરો ઓર સુંદર લાગશે રોજે;
તમારા આ અધર લાલીસભર રાખો.
કહી દો પ્રેમ છે Bન્દાસ સાથે તો;
તમે એ પ્રેમ મારો બસ અમર રાખો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : હઝજ = લ ગા ગા ગા × ૦૩