*શબ્દ:- અરજી*
*પ્રકાર:-*પદ્ય*
*શીર્ષક:-*પગથિયાનો પથ્થર*
*શબ્દ સંખ્યા:-૧૪૪*
*રચના..........*
*પગથિયાનો પથ્થર*
*પગથિયાનાં પથ્થરને*
*જઈ મંદિરમાં સ્થપાવું તું,*
*હતો ધરાની ગોદમાં પણ,*
*એને તો મંદિરમાં પૂજાવું તું.*
*અરજી કરી ભુજંગ ધારીને*
*એને સકળ મંગળ ગવાવું તું*,
*હતો સુખાસન પામેલો*
*તોયે એને શિવલિંગ થાવું તું*.
*ઝળહળતા જીવન રંગ ત્યજીને*
*વ્યોમ સકળ ફેલાવું તું*,
*મેઘ ધનુષ્યના રંગોને*
*હવે વૈરાગ્ય થઈ વિખરાવું તું*.
*સારંગીના સુરને હવે*
*તા થૈ થૈ નાચ નચાવું તું*,
*પંડે પામેલ ગુણ સગુણ ભૂલીને*
*દુર્ગુણ તણી વાટે જાવું તું*.
*મોક્ષ તણી બારી અનંતપરે,*
*શું સમજે જઈ મંદિરપટે*
*થઈ જાશે મુક્તિ દેહની ?*
*ઉંબર ઊભી હોય*
*કે હોય ઉન્મુખ નયને*,
*કપાટે ઉભી રહીને*
*મોક્ષ અનંતે થાવું તું*.
*ના સમજની આજ તો સમજ છે*,
*સમાધિને નિંદ્રા અને*
*નિંદ્રા ને ધ્યાન સમજાવું તું*.
*અજ્ઞાની અનંત પરે*
*સમજણ ન સહેજે સ્થાપી શક્યો*,
*કયમ કરીને પામુ હું સ્થાન મહંતે*?,
*બસ એ જ નાહક વિચાર વમળે ગોટાવું તું*.
*પગથિયાનાં પથ્થરને*
*જઈ મંદિરમાં સ્થપાવું તું*,
*હતો ધરાની ગોદમાં પણ*,
*એને તો મંદિરમાં પૂજાવું તું*.
RAMPARIYA HINA. (માહી)