લઈ હાથોમાં હાથ ચાલવું છે,
મળે જો ઉમ્ર એક વધારે તો !
ખેડવી છે જીવન સફર તારી સાથે...
કરું છુ અરજી ને આજીજી,
સાંભળ જો પ્રભુ ધારે તો !
ખેડવી છે જીવન સફર તારી સાથે...
હૈયાની હાટડીએ હર પળ છે તું
સ્નેહની સરવાણી અણનમ રાખે તો !
ખેડવી છે જીવન સફર તારી સાથે...
દોસ્તી કે દુશ્મની એમાં, તું
નજર પ્રેમ ભરી જો રાખે તો !
ખેડવી છે જીવન સફર તારી સાથે...
સાત પગલે સાતે જન્મએ તું,
સાત ફેરાએ સદૈવ રહેશું સાથે તો..
ખેડવી છે જીવનની આ સફર તારી સાથે ...
-DOLI MODI..URJA