રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી…
અધુરી વાતો ની, કરી ઘણી ચર્ચા,
ગેરસમજોને હજુ, ઉકેલવાની છે બાકી,
રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી!
ખેડ્યાં ઘણાં પ્રવાસો, સમયની પાબંધીમાં,
કેટલાંય શિખરો, હજુ સર કરવાનાં છે બાકી,
રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી!
સંબંધોને ચકાસ્યાં, વિશ્વાસની એરણ પર,
ખુદનાં માહ્યલાંને હજુ, ઓળખવાનો છે બાકી,
રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી!
પુરી કરી જવાબદારીઓ, કુટુંબની હંમેશા,
“ચાહત” અધુરી હજુ, પુરી કરવાની છે બાકી,
રોકાઈ જા, જિંદગી! હજુ “જીવવાનું” છે બાકી!!
💕ચાહત💕
(Neha Desai, NJ)