*મારા હાથની વાત છે.*
સારું કોઈ બોલે ન બોલે, મીઠું બોલવું મારા હાથની વાત છે.
ગુણો કોઈ તોલે ન તોલે, સારું તોલવું મારા હાથની વાત છે.
શક્ય છે કે દુનિયા સારું કામ કરનારને પણ બદનામ કરનારી,
કોઈ ભેદ ખોલે ન ખોલે, સારું ખોલવું મારા હાથની વાત છે.
એકને પણ શૂન્ય નહીં ૠણ ગણાવે એવું છે આ જગ સદાયે,
કોઈ મોલે કે પછી ના મોલે, સાચું મૂલવવું મારા હાથની વાત છે
કોઈનું બગાડનાર કદી સ્વપ્નમાં પણ સુખ નથી પામતો ક્યાંય,
કોઈ ભૂલે ના પછી ના ભૂલે, ખોટું ભૂલવું મારા હાથની વાત છે.
આત્માને દૂભવવા જેવું એકેય પાપ નથી આ સંસારસાગરમાં,
અંતરદ્વાર ખૂલે કે ના ખૂલે, મારે ખોલવું મારા હાથની વાત છે.
- *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.*