શબ્દે શબ્દે તીર , જેના પાને પાને પારખા ...
જેની કલમે ભાતિગળ હ્રદય ઉલેચાય છે .
કુતુહલતા ની કેડીયું , વનવગડાની બોલિયું...
જેના પહેરણમાં ખમીર, અદબ ગૂંથાઈ છે.
ચારણ કન્યા હોય કે જોગીદાસ ખુમાણ...
એમના ટેરવે ધરતીની શાખ સચવાય છે.
દુહા,ગીત, છંદ, હાલરડાં ને વીરતા ની વાતું...
કંઇક અમીરી ને ખાનદાની જેમાં ડોકાય છે.
સાત આવશે સતર આવશે, જીભુ આલેખવા...
પણ મેઘાણી ની કસર ક્યાં કોઈ થી પુરાય છે.