" તું નજર કર "
( ગઝલ )
નમેલી નજરને જરા તું અધર કર.
ભલે થાય ઘાયલ બધા તું નજર કર.
પહોંચી જવાશે ઘણે દૂર આઘે;
મજા આવશે પ્રેમમાં તું સફર કર.
ગમે જે તને શાયરી ગીત મારા;
સદા હોઠ પર વાતને તું અમર કર.
નકલ વાતની સૌ કરે રીત રાખી;
જુએ સૌ તને પ્રેમ તો તું પ્રખર કર.
ગમી જાય Bન્દાસની વાત કોઈ;
ભલે હોય નાની છતાં તું કદર કર.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪