મારી એકલતાના તમે સારથી છો "પપ્પા",
મારા જીવન ઘડતરનો તમે હિસ્સો છો "પપ્પા",
પ્રેરણા, સમજણ અને નિર્ણયશક્તિ તો,
તમારી આપેલી જીવનની ઉત્તમ ભેટ છે "પપ્પા",
શાબ્દિક મૌનનો આપનો સંવાદ "પપ્પા",
મારી એકલતાના માત્ર આપ જ છો "પપ્પા",
જીવિત નથી આજે તો કેમ કરું તમને સજીવન "પપ્પા",
જ્યારે પણ તમે આપ્યું એકલતામાં નવું જીવન "પપ્પા"