શીર્ષક - "અદ્ભૂત અનેરો સમારોહ"
આજ અદ્ભૂત અનેરો સમારોહ જોયો હતો;
ભાતભાતનાં પંખીઓનો માળો જોયો હતો;
લેખકો, કવિઓ, કલાકારો અને અદાકારોનો!
આજ મેં એક અનૂઠો સરવાળો જોયો હતો;
કવિએ કહી હતી કવિતા, ગઝલકારે ગઝલ!
કલાકારોની કલાઓનો ખજાનો જોયો હતો;
અદાકારોએ પાથર્યાં 'તાં અદાઓનાં કામણ,
અદ્વિતીય અદાકારીનો નજારો જોયો હતો;
તાળીઓનાં ગડગડાટથી પ્રોત્સાહિત કરતાં સૌ,
એકબીજાનો "વ્યોમ" સથવારો જોયો હતો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર