બંધારણ - લગા લગાગા લગા લગાગા
" બતાવો"
ઝલક તમારી ફરી બતાવો,
જરા નયનમાં વસી બતાવો.
પછી હ્રદયમાં તમે રહીને,
વ્યથા અમારી હરી બતાવો.
હ્રદય રહે આ સરળ તમારું,
અમી નજરમાં નમી બતાવો.
ચમન બનીને ભલે જીવો પણ,
સુમન બનીને ખરી બતાવો.
સરળ રહીને ભળી શકો તો,
નદી બનીને વહી બતાવો.
બિંદિયા જાની (તેજબિંદુ)