આપણે ત્યાં હવે 60+ વયજૂથના લોકોનાં પરિવારોમાં ઘણાં નજીક કે દૂરના સગા-સંબંધી વિદેશ પહોંચી ગયા છે કે પહોંચી રહ્યા છે અને અત્યારે જે લોકો 40+ છે એ માતા-પિતાનો લગભગ આખો વર્ગ જ એમના સંતાનોને ભણાવવા અને પછી એમને ત્યાં સ્થાયી કરવા વિદેશ તરફ મીટ માંડી, તૈયારી કરવા લાગી ગયા છે ત્યારે, પ્રશ્ન એ છે કે બહાર એવું શું છે જેનું આકર્ષણ છે? ✈️
આપણે સૌ જોઈએ અને જાણીએ છીએ કે બહાર નોકરી, ઘરકામ અને બાકીની દરેક જવાબદારી અંગત ધોરણે જ નિભાવવાની રહે છે. બીજું, કમાણી ડોલર કે પાઉન્ડ કે બીજી કોઈ પણ કરન્સીમાં હોય ખર્ચ પણ તેમાં જ થાય એટલે એ પણ મુખ્ય કારણ ન હોઈ શકે. વિદેશમાં પ્રાથમિક શિક્ષણ અને અમુક સ્તર સુધી મેડિકેશન (દેશ મુજબ અલગ અલગ સવલતો હોય છે.) ફ્રી હોય છે એટલું જ, બાકી, વિશેષ સુવિધાઓ ઘણી મોંઘી છે. નોકરીઓમાં પણ ઘણી જ સ્પર્ધા અને અસુરક્ષા પણ આપણા કરતા વધારે છે છતાં, એ શું છે જે લોકોને અહીંથી મૂળ ઉખેડી નાખવા મજબૂર કરી રહ્યું છે? 🤷♀️
મારા અવલોકન મુજબ બે વાત છે -
1. ત્યાં સ્થાયી થયેલ લોકોનું વાસ્તવિક જીવન શું છે એ નજીકથી જાણ્યા વિના એ લોકોનાં ફોટોગ્રાફ્સમાં જોવા મળતા સ્વચ્છ, ઓછા ગરમ(દેખીતા!!), ફિલ્મોમાં જોયા હોય તેવા અને ખાસ તો ભીડભાડ વિનાનાં લોકેશન એ બહુ વિચારી ન શકતા, સતત સરખામણીમાં જીવન પસાર કરતા, સાધારણ લોકો માટે વિદેશમાં સ્થાયી થવા માટેનું મોટું આકર્ષણ છે.
2. બીજું કારણ જેમાં મોટાભાગના લોકો મનમાં ચોક્કસ સહેમત થશે કદાચ જાહેરમાં સ્વીકારી ન શકે એ છે કે, આપણે ત્યાં કુટુંબ વ્યવસ્થા અને સામજિક વ્યવસ્થાને નામે અપેક્ષાઓ, ખર્ચ (પ્રસંગો, વ્યવહાર, મિલકતની ખરીદી વગેરે) અને તેને પરિણામે રોજ જોવા મળતા ડ્રામાઓને કારણે એટલો બધો સમય અને શક્તિનો વ્યય થાય છે કે સમય સાથે બદલાતી વ્યવસ્થામાં વધતા જતાં ખર્ચને પહોંચી શકાય તેટલું કમાવામાં સાધારણ માણસ પાછો પડે છે. બહાર સ્થાયી થાય તો, કમાવાની ક્ષમતા અને તક પ્રમાણે ભવિષ્ય સુરક્ષિત બનાવી શકવાનો પ્રયત્ન તો કરી શકે, આ વિચાર પણ ઘણાને વિદેશ તરફ ખેંચી જાય છે.
એટલે, ચડસા-ચડસીમાં હેતુ વિનાનું પલાયન કે બ્રેઈન-ડ્રેઈન પર તર્ક-વિતર્ક કે તેનાં તરફી કે વિરોધી ચર્ચાઓને બદલે આ મુદ્દાઓ પર પણ વિચાર અને બદલાવની જરૂર નથી?🤔
વિદેશમાં સ્થાયી થયેલ વાચકમિત્રો આના પર ચોક્કસથી પ્રકાશ પાડશો.😇🙏
આ મુદ્દે તમારા વિચારો પણ મને લખી જણાવો ને.. ✍️👇👇👇
-
-
-
#mamro #Charcha #consciouscharcha #PureHonesty #charchawithoutchai #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes