ગામની પ્રભાતે ઉગેલું કિરણ જોવું તારા ભાગ્યમાં નથી,
એ ગલી ગામને પાદર વગડે રમવું તારા ભાગ્યમાં નથી,
ઝાડ પંખી ડાળ ટહુકો સાંભળવું તારા ભાગ્યમાં નથી,
મમતા ભર્યો મિઠો ઠપકો પામવું તારા ભાગ્યમાં નથી.
મિત્રો ભરી નિશાળે ફરી જાવું તારા ભાગ્યમાં નથી,
મંદિર,ગામનો ચોરો,મઢી ભમવું તારા ભાગ્યમાં નથી.
ખેતર,પાદર, ધૂળયે મારગ રખવડું તારા ભાગ્યમાં નથી.
ઝાકળ,વરસાદ, ભીની માટી સ્પ્રશવું તારા ભાગ્યમાં નથી.
ગિરિમાાલસિંહ ચાવડા ' ગીરી '
વતન: કોયલાણા (ઘેડ) હાલ: વડોદરા