જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે, ક્યાં છે ઈશ્વર?
ત્યારે યાદ રાખવું કે,
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે..
જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!
સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નથી , ભૂલ મારી છે એ સમજવું એ જ સાચો સબંધ છે..!
કાશ, સડકોની જેમ જીંદગીના રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
"આગળ ભયજનક વળાંક છે.જરા સાચવીને.
પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી..!
જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને
હસી કાઢવું.
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી.