Gujarati Quote in Poem by Nayana Viradiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ દિવસોની વાતો.....


આજે પણ શોધી છું હું દોસ્ત એ દિવસોની વાતો
બિન્દાસ થતી આપણી એ સઘળી મુલાકાતો

એક પિપરમેન્ટ નો ભાગ પાડવાનો નાતો
દફ્તર તારુ ઉપાડવાની મોજ નો ખજાનો

તને મળતા જ જાણે મળી જતો ખુશીનો ખજાનો
નકામી વાતો માં પણ ખળખળાટ હસવાનો જમાનો

સાથે ભણતા,સાથે રમતા ઝઘડીને પળમાં ફરી મળતા.
આજે પણ દિલમાં મઢેલી છે સોનેરી એ દિવસોની વાતો.

Gujarati Poem by Nayana Viradiya : 111869819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now