“મારી ડુબકી ‘ને ધોયાં પાપ.”
ગંગા-જંળમાં મારી એક ડુબકી
ને થયાં પાવન પતિત બધા
જળ તો કાપે મેલ શરીરનો
મન નથી છોડતાં અતીત બધા
પાણીમાં ભળે એ પાપ બધા.
મીઠાશ ગુમાવીને વહેતાં રહે.
માણસ માને મેં ધોયા પાપ.
પણ પાપ પોકારીને કહેતાં રહે.
કાંટા કદી પુષ્પ બનતા નથી
‘ને પથ્થરદિલ કદી પીગળતા નથી,
સમંદર કદી શુષ્ક બનતા નથી
‘ને કાગડા નથી બનતા કોયલ કદી.
માણસની મતિને કોણ પહોંચે ભલા!
ડુબકી મારીને પાપ ધોતાં રહે
પવિત્ર જળ જગતજ્જનો વહેંચે ભલા !
પણ કનકવો કાપીને થાપ દેતો રહે.
રમણભાઇ કે પટેલ.(માસાવાળા)
(૯૦૫) ૪૯૫ ૮૫૬૩ (ટોરેન્ટો)