લાગણી ની કિંમત
નથી આંસુ ની કિંમત નથી લાગણી ની કિંમત..
આ વાટ્સપ અને ગપસપ વાળો યુગ જેમાં કોઈના જૂઠાણાં ની છે કિંમત..
જેમાં કોઈ ની કાન ભંભેરણી ની કિંમત..
કર્યો હતો પ્રેમ અમે પણ સામે વાળા વ્યક્તિની લાગણી અને વિશ્વાસ માં
પરંતુ કોઈ ના કહેવા થી સંબંધ બગાડવા માં લોકો ભૂલ્યા અમારી કિંમત...
તેમનાં વિચારો અને લાગણી અમે ન સમજ્યાં અને તમે ન સમજ્યાં..
પ્રેમ.. લાગણી.. જીવ.. અને બધું આપવા હતો તૈયાર ને બધી જ વસ્તુ ની કિંમત
હે માધવ... શું ભાવ હશે તમારો ને રાધાનો..
તમે રુકમણી સાથે રહ્યા છતાં રાધા... ન ભૂલી લાગણીની તમારી કિંમત...
વાહ રે... પ્રભુ મને પણ શીખવો આવું કે હું પણ વ્હાલા વ્યક્તિ ને સમજાવી શકું
મારી પ્રેમ ભાવના... લાગણી ની સમજાવું કિંમત..
- માવજી પરમાર