The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
....
લાગણી ની કિંમત નથી આંસુ ની કિંમત નથી લાગણી ની કિંમત.. આ વાટ્સપ અને ગપસપ વાળો યુગ જેમાં કોઈના જૂઠાણાં ની છે કિંમત.. જેમાં કોઈ ની કાન ભંભેરણી ની કિંમત.. કર્યો હતો પ્રેમ અમે પણ સામે વાળા વ્યક્તિની લાગણી અને વિશ્વાસ માં પરંતુ કોઈ ના કહેવા થી સંબંધ બગાડવા માં લોકો ભૂલ્યા અમારી કિંમત... તેમનાં વિચારો અને લાગણી અમે ન સમજ્યાં અને તમે ન સમજ્યાં.. પ્રેમ.. લાગણી.. જીવ.. અને બધું આપવા હતો તૈયાર ને બધી જ વસ્તુ ની કિંમત હે માધવ... શું ભાવ હશે તમારો ને રાધાનો.. તમે રુકમણી સાથે રહ્યા છતાં રાધા... ન ભૂલી લાગણીની તમારી કિંમત... વાહ રે... પ્રભુ મને પણ શીખવો આવું કે હું પણ વ્હાલા વ્યક્તિ ને સમજાવી શકું મારી પ્રેમ ભાવના... લાગણી ની સમજાવું કિંમત.. - માવજી પરમાર
એકાંત અને એકલતા જીવતા શીખવાડી દે છે.....🥺
"હું મારી વિકલાંગતા માટે ભગવાનનો આભાર માનું છું, કારણ કે તેમના દ્વારા, મેં મારી જાતને, મારું કામ અને મારા ભગવાનને શોધી કાઢ્યા છે." - હેલેન એડમ્સ કેલર (27 જૂન, 1880 - જૂન 1, 1968) “I thank God for my handicaps, for through them, I have found myself ,my work and my God.” - Helen Adams Keller(June 27, 1880 – June 1, 1968) સંકલન - માવજી પરમાર
જો સાથ તું નિભાવત, તો બહુ ખરાબ લાગત હું આંસુઓ વહાવત, તો બહુ ખરાબ લાગત તારા સિવાય પણ છે બીજું ઘણું ભીતરમાં છાતી ચીરી બતાવત, તો બહુ ખરાબ લાગત કેવી નવાઈ છે કે તારા જ રંગ લઈને તારી છબી બનાવત, તો બહુ ખરાબ લાગત ! થઈ જાય જે સહન, ક્યાં છે દર્દ એવું કોઈ ? પણ જો હું ચીસ પાડત, તો બહુ ખરાબ લાગત ખુદનું વજન ઉઠાવી શકવું અશક્ય લાગે ત્યાં પ્રશ્ન જો ઉઠાવત, તો બહુ ખરાબ લાગત સ્વીકારી મેં લીધી છે એની જે આદતોને એને કદી જણાવત, તો બહુ ખરાબ લાગત મેં માંગણીનો આશય રાખી નથી કહ્યું કૈં પણ હાલ જો છુપાવત, તો બહુ ખરાબ લાગત સંકલન - માવજી પરમાર
હાથ મા હાથ પરોવી થોડું ચાલવુ છે, મન સાથે મન પરોવી હવે જીવવું છે. થાક જેવું લાગે છે જીંદગી મા થોડું, ક્યાંક એકાંત માં આરામ થી તારી સાથે બેસવું છે.
સંબંધોમાં શક્તિ અને બુદ્ધિ કરતા સમજદારી અને ભરોસો વધારે અગત્યના છે..!! કોઇને સુખ આપવું કે કોઇનું દુઃખ ટાળવું એ આપણાં હાથની વાત નથી પરંતુ કોઇના સુખમાં આડે ન આવવું અને કોઇના દુઃખમાં નિમિત્ત ન બનવું એ આપણાં હાથની વાત છે...!! -માવજી પરમાર
સફર કેટલો હશે , તે ખબર નથી દોસ્તો ! તમારી સાથે જેટલો પણ હશે, અનમોલ જ હશે..😊😇 -માવજી પરમાર
આજનો માણસ...😐 વૈતાલ હજીય વડલે ઊંધો લટકે છે, વિક્રમ રાજા પુસ્તકના પાને ભટકે છે. રીંછ સોટી લઈને જંગલમાં ભટકે છે. સિંહ રાણાને મધમાખીઓ ચટકે છે. કાચબો રેસમાં રોકેટની જેમ છટકે છે, સસલો હજીય ઉંઘમાં રસ્તે અટકે છે. બે બિલાડીઓ રોટલા માટે લડે છે, એક વાંદરો આવી રોટલાને બટકે છે. એક કબૂતર કીડીનો જીવ બચાવે છે, કીડી એને બચાવવા પારધીના પગે ચટકે છે. આ બધી વાર્તાઓ પુસ્તકમાં લટકે છે, આજનો માણસ મોબાઈલમા અટકે છે..!!! *સંકલન - માવજી પરમાર*✍️....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser