Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બોલ્યો છું એનો પશ્ર્ચાતાપ કરું, માની જા ને,
મહોબત તને પણ હું અમાપ કરું, માની જા ને.
તારા આવવામાં મોરની કલાપ કરું માની જા ને,
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

નાની વાતમાં પણ તું મોઢું ફેરવીને કા જતી રહી,
હૃદયને લાગણીઓથી સહેલવીને કા જતી રહી.
અંધને ચશ્મા પ્રણયના પહેરવીને કા જતી રહી,
જામ મહોબતનો પાછો ઠેલવીને કા જતી રહી.
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

બોલ પર તું ન રહી શકી તો બોલ આપ્યા કેમ?
છૂટવું જ હતું તો હૃદયથી હૃદયને ચાપ્યા કેમ?
મારા હૃદયમાં રહેલા લાગણીકુંડને માપ્યા કેમ?
જીવનભર સાથે રહીશ, વચનો તે આપ્યા કેમ?
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

દોષ મારો પણ રહ્યો હશે, ગુન્હેગાર હું રહ્યો છું,
તૂટતા સંબંધનો તૂટેલનો એક તાર હું રહ્યો છું.
ભગ્ન હૃદય, વ્યથિત મનનો ચિતાર હું રહ્યો છું,
તારા યૌવન જીવનનો પ્રથમ પ્યાર હું રહ્યોં છું.
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

હાથ સોંપ્યો હતો ને, કહ્યું હાથ તારો રહ્યો છે,
મારા મનખાનો તું જ તો એક ઉતારો રહ્યો છે.
સવારથી થાય રાત, તારી સાથે પનારો રહ્યો છે.
હૃદય ભવન તારું છે માત્ર તારો ઈજારો રહ્યો છે.
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

વાતો પણ મારી સાથે કેટલી સુંવાળી કરી હતી,
ચાંદની રાતે ખુલ્લા આકાશે તે પથારી કરી હતી.
દર્શન કમરના થયા, એકબાજુ સાડી કરી હતી,
શરમના બંધ છૂટ્યા, તે નજર કુંવારી કરી હતી.
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

કેટલું યાદ કરાવું તને, હવે તો બોલ હું શું કરું,
તું માફ કર, મને તું માફ કર, શીશ ચરણે હું ધરું.
તું પાષાણ ને નાસમજ નથી, કહે તો હવે હું મરું?
તારી યાદમાં દિવસ ને રાત સમયની જેમ હું સરુ.
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

ન કર તું મને માફ, ગુન્હાની સજા આપી જા,
છોડવો છે મારે જગનો સ્વાર્થ રજા આપી જા.
મનોજ ની છેલ્લી ક્ષણે આવી મજા આપી જા,
લોકોનું કામ નથી, નનામીને તું ભુજા આપી જા.
રાત ને દિવસ તારા નામે જાપ કરું માની જા ને.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111868465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now