Gujarati Quote in Thought by Minal Vegad

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડર એટલે શું..??


ક્યારેક આપણાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય કે પછી આપણા દ્વારા કોઈ ઘટના ઘટી ગઈ હોય ત્યારે તેના વિશે સતત આપણું મગજ વિચાર્યા કરતું હોય. આપણાથી બનતા બધા પ્રયાસ આપણે કરતા હોય કે કોઈને આ બાબતની જાણ ન થાય........

પરંતુ અચાનક તમને ખ્યાલ આવે કે સામેવાળી વ્યક્તિને આ વિશે ખબર પડી ગઈ છે અને તે તમારા વિશે જ વાત કરી રહ્યા છે ત્યારે અચાનક આપણો શ્વાસ ફૂલવા લાગે....હ્રદયની ધબકવાની સ્પીડ અચાનક વધી જાય....ચહેરા પરથી બધુ લોહી ગાયબ થઈ જાય અને ચહેરો સફેદ પૂણી જેવો બની જાય.... મગજમાં સૂનકાર વ્યાપી જાય .... સામે વાળી વ્યક્તિ જ્યારે તેની પાસે વાત કરવા બોલાવે ત્યારે પગ જાણે ચાલવાનું જ ભૂલી જાય અને કડકડતી ઠંડી હોય છતાં પણ જ્યારે પરસેવાનો રેલો માથામાંથી નીકળી કાન પાસે થઈ ગાલ સુધી પહોંચી જાય, બસ એનું નામ જ ડર.....!!!!!


-Minal Vegad ✍️
IG:- @itz_world_of_word

Gujarati Thought by Minal Vegad : 111868309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now