તારી યાદોને કહી દેજે પલકો ભીંજવે નહીં,
સાચું, એ સંબંઘ પણ હવે મારે રાખવો નથી...
બહુ કરી હતી મિન્નતો અમે પોતાનાં સમજી ને,
માટે, અજાણ્યાને જાણીતા હવે મારે કરવા નથી..
રૂઝ, આવી છે જેમ તેમ, એ દીધેલા જખ્મો પર
એ નાસુર દર્દો ને ફરી ફરીથી હવે મારે વેઠવા નથી..
હું મુક્ત કરું છું મારા માંથી એ સઘળું બઘું જ,
અંતર મન ના ઘાવને જગ જાહેર ઉગાડા કરવા નથી..
ના આવશો કદીયે અમારા શહેરની વેરાન ગલીઓમાં
ભીતરનાં નગરમાં પગરવ કરી, ફરી બંજર કરશો નહીં.
જીવતા શીખી લીધું છે અમે શબ્દો સાથે હવે એકલા. એકલતાના સાથમાં ફરીથી શબ્દ ની જાળ બુનશો નહીં..
દર્શના હિતેશ જરીવાળા
Radhe Radhe