"પથ્થરમાંથી પ્રભુ પ્રગટાવો તો માનવ ખરા..!
પ્રભુવિયોગે નૈન ઊભરાવો તો માનવ ખરા..!
મંદિરમાં તો દેવ બધાને દેખાય એ સામાન્ય,
પણ જનેજનમાં ઓળખાવો તો માનવ ખરા..!
માનવતાના કામ કરો અહર્નિશ ફરજ સમજી,
એને ઈશ આરાધના ગણાવો તો માનવ ખરા..!
દુઃખમાં તો સૌ કોઈ રડીને વલોપાત કરી જાણે,
બીજાની આફતમાં હાથ બટાવો તો માનવ ખરા
શીખો કરેલા ઉપકાર ભૂલતા તમે બીજા પર,
અવરના અહેસાન ન વિસરાવો તો માનવ ખરા!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર."